પાલીતાણા દાઉદી બોહરા સમાજ ના લોકો માટે પાલીતાણા ની બોહરા સમાજ ની મસ્જિદ ના હોલ માં સમાજ ના લોકો માટે ફ્રી કેન્સર નિદાન કેમ્પ નું આયોજન બુરહાની ગ્રુપ ભાવનગર તેમજ ભાવનગર કેન્સર કેર & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સર ટી હોસ્પિટન) ના સહયોગ થી પાલીતાણા ના ઉમૂર સેહત ના મેમ્બરો દ્વારા પાલીતાણા માં કરવામાં આવ્યો હતો જેમાં સમાજ ના મોટા ભાગ ના લોકો એ એનો લાભ લીધો. જેમાં ડો. નિરેશકુમાર કાચા, ડો. નીતિ મશ્રુ, ડો. દેવયાની પટેલએ પોતાની સેવા આપી હતી. વિનામૂલ્યે સંપન્ન અને સફળ થયેલ આ કેમ્પમાં પાલિતાણા જુમાત આમિલ સાહેબ અલીઅસગરભાઈ, સેક્રેટરી મુન્નાભાઈ બરફવાલા, ફખરૂદ્દીનભાઈ તાજ, શબ્બીરભાઈ તાજ,ઈમરાનભાઈ લક્ષ્મીધર, યાહ્યાભાઈ વાડીવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામે તેમના કાર્યક્રમમાં શામેલ થનાર દરેકનો આભાર માન્યો હતો.
પાલીતાણા દાઉદી બોહરા જમાત દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજાયો.